મોરબીમાં શક્તિ ચેમ્બર્સ સિરામિક સિટીમાં જુગાર રમતી ચાર મહિલાને રોકડ ૧૧,૮૩૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી છે.
મોરબી તાલુકા પોલીસના પો.હેડ.કોન્સ ડી.એચ.બાવળીયા તથા ટીમને શક્તિ ચેમ્બર્સ પાસે સીરામીક સીટીમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે રેડ કરી હતી. અને તીનપત્તીનો જુગાર રમતા પૂનમબા અશોકસિંહ જાડેજા, શીતલબેન સંજયભાઇ લાલકિયા, અંજલીબેન મનિષભાઇ પંડ્યા તથા નિમુબેન હરેશભાઇ બોસાણિયા (રહે.તમામ સિરામિક સિટી એપાર્ટમેન્ટમાં મોરબી)ને રોકડ રૂ.૧૧,૮૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ચારેય મહિલા વિરૂદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.