વાંકાનેરના રાતીદેવરી ગામે કારમાંથી ઇંગ્લિશ દારૂની જથ્થા સાથે એક ઇસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતિદેવળી ગામમાં વણકરવાસમાં બાબુભાઈ દામજીભાઈના મકાન સામે રાજેન્દ્રભાઈ બાબુભાઈ વોરા ઈકો કાર નં.GJ36-R-1858માં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર વગર ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ વ્હીસ્કીની શીલ પેક બોટલ નં.૨૪ (કી.રૂ.૭૨૦૦) તથા વોડકા (કી.રૂ.૩૭૪૦) તથા ઈકો કાર મળી કુલ રૂ.૧,૩૦,૯૪૦નો મુદામાલ કબ્જે કરી આરોપીની અટક કરી હતી. વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરૂધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.