વાંકાનેર: માટેલ ગામથી જામસર ગામ રસ્તેથી બાઇકમાં ઇંગ્લિશ દારૂની આઠ બોટલો લઈને જતાં બે ઇસમોને વાંકાનેર પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પ્રેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન માટેલ ગામથી જામસર ગામ તરફ જતા રસ્તે પસાર થતું બાઇક નં.GJ36-Q-2809ની તલાસી લેતાં બાઈકમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ઓરેન્જ હીલ વોડકા, ઓરેન્જ ફલેવર, વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ.૮ (કિ.રૂ.૨૪૦૦) સાથે બાઇક મળી કુલ રૂ.૩૭૪૦૦ના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશભાઈ ઉર્ફ પકો ગોરધનભાઈ વીરોડીયા (રહે.ખોડીયાર મંદિર પાસે માટેલ), પંકજભાઈ બાબુભાઈ નંદાસીયા (રહે.વરડુસર)ને ઝડપી લીધા હતા.