વાંકાનેરના સરતાનપ રોડ નજીકથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક શખ્સને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં સરતાનપર રોડ પર રીચ કારખાના સામેથી આરોપી સંજયભાઇ પોપટભાઈ રાઠોડ (રહે.હાલ સરતાનપર રોડ, ટીટા કારખાનામાં મુળ ગામ દીધસર)ને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની શીલપેક બોટલ નં.૧ (કી.રૂ.૪૦૦)ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.