વાંકાનેરમાં આવેલ બંટી સ્ટુડિયોના સંચાલક વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ ભંગ કરવા બદલ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં ઝાડેશ્વર રોડ પર આવેલ વૃંદાવન વાટિકાના રહેવાસી સંજયસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલએ આરોપી અલ્કેશ બાબુભાઈ ટોલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ તેની સહજાનંદ શેરી મેઈન બજારમાં આવેલ બંટી સ્ટુડિયોમાં ટી સીરીઝ કંપનીના હક્કો વાળી ફિલ્મોના ગીતો પોતાના કોમ્પ્યુટરમાં બિનઅધિકૃત રીતે રાખીને વેપાર અર્થે ઉપયોગ કરતો હતો જેની દુકાનમાં ચેકિંગ દરમ્યાન સર્કલ કંપનીનું સફેદ લાલ કલરનાં બોડી વાળું એસેમ્બલ સીપીયુ આશરે (કિં.રૂ.૨૦,૦૦૦) મળી આવતા મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે કોપી રાઈટ એક્ટની કલ્મો હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.