મોરબી હિન્દૂ યુવા વાહિનીના સદસ્ય હરદિપભાઈ સવસેટાએ આજે તેમના જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી કરીને જન્મદિવસ ઉજવ્યો હતો.
જ્યારે આજના સમયમાં જન્મદિવસ પર બધા ખોટા ખર્ચા કરી કેક કાપી મોટા મોટા પાર્ટી પ્લોટમાં ડેકોરેશન કરી જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે હિન્દૂ યુવા વાહિની મોરબી જિલ્લાના વવાણીયા ગામના સદસ્ય હરદીપભાઈ સવસેટાએ તમામ ખોટા ખર્ચા દૂર કરી મોરબીના ઉમિયા સર્કલ પાસે ઝુપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકોને નાસ્તો કરાવી આનંદની અનુભૂતિ કરી હતી. તેમજ ગૌ માતાને ઘાસચારાનું વિતરણ કરીને ગૌ આર્શિવાદ મેળવી જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.