
મોરબી જિલ્લાના માળીયામિંયાણા તાલુકાના ઝીઝુડા ગામે આવેલ ક્ષાર અંકુશની પ્રેડીંગ કેનાલના કારણે થયેલ નુકશાનનું રીપેરીંગ કરવા તથા ખેડૂતોને વળતર આપવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે.
મોરબી જિલ્લાના ઝીઝુડા ગામે સરકારના ક્ષાર અંકુશ વિભાગ દ્વારા એક બંધારો કે જેનું નામ બોડકી બંધારો છે જે પ્રેડીંગ કેનાલ કરોડોના ખર્ચે બનાવાયેલ છે. સરકાર દ્વારા કરવામાં આવેલ કરોડો રૂપિયાના ખર્ચ છતા હાલમાં બંધારો તૂટેલી હાલતમાં છે તેમજ સ્ટ્રેડીંગ કેનાલ પણ પૂરી નથી અને બંધારો રીપેરીંગ ના થાય ત્યાં સુધી આ કેનાલ જે હેતુ માટે બનેલ છે. તે પૂરી રિપેરીંગ કરવા રજુઆત થયેલ છે ઝીંઝુડા ગામ પાસે આવેલ આ કેનાલમાં વરસાદના કારણે મોટું નુકશાન થવા પામેલ છે જેના કારણે રસ્તાઓનું ધોવાણ ખેતરોનું ધોવાણ કેનાલનું ધોવાણ કેનાલના સ્ટ્રક્ટરોને સહીતનુ નુકશાન થયેલ હોય આ નુકશાન બાબતે ઝીંઝુડા ગામ પંચાયતના સરપંચ દ્વારા રજુઆતો પણ કરવામાં આવેલ છે.
આ નુકશાન થવાના કારણો બાબતે જાણવું તો આ કેનાલમાં મુકવામાં આવેલ નાલા પુલિયામાં મુકવામાં આવેલ પાઈપની સાઈઝ તેમજ સંખ્યા પુરતી નથી. જેમાં સાઈઝ મોટી કરવી તેમજ સંખ્યામાં વધારો કરવો જરૂરી છે અને જે પાણીના નિકાલ માટે ગેઇટ મુકેલ છે. તે પણ નાના છે. તેમજ જરૂર કરતા ઓછા છે જેના કારણે વરસાદના પાણીથી કેનાલને નુકશાન થાય છે. રસ્તાઓને નુકશાન થાય છે. તેમજ ખેડૂતો ના ખેતરમાં પણ ધોવાણ થાય છે. માટે આ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી યોગ્ય કરવાની માંગ કરેલ છે. અને જે ખેડૂતોના ખેતરને નુકશાન થયેલ છે તે ખેડૂતોને યોગ્ય વળતર આપવું અને તૂટી ગયેલ રસ્તાને રીપેરીંગ કરવાની માંગ કરેલ છે. જેમા જે ખેડૂતના ખેતરોમાં નુકશાન થયું છે તેમાં કેશવજીભાઈ ભીમજીભાઈ ઝલારીયા હાસમ સીદીકભાઈ ઘાંચી અને સમસુદીનભાઈ મનાવર હુસેનભાઈ અને અન્ય ખેડૂતોનો સમાવેશ થાય છે. આ અંગે જો યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો આ ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ચીમકી ઉચ્ચારી છે.