મોરબી: સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે બીજી લહેર પણ એટલી જ ઘાતક નીવડી હતી. અને મોરબી જિલ્લાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો હતો. ત્યારે કોરોના દર્દીઓને બેડ મળવા પણ મુશ્કેલ બન્યાં હતાં. ત્યારે મોરબીની અનેક સંસ્થા, ઉદ્યોગપતિ, ગ્રુપો માનવતાની જ્યોત પ્રગટાવી લોકોને મદદ માટે આગળ આવ્યા હતા. જેથી કોરોના કપરા કાળમાં લોકોની સેવા માટે આગળ આવેલ આગેવાનો, સંગઠનો, ગ્રુપોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

જેમાં રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ મોરબી શહેર ટીમ દ્વારા કોરોનાના કપરા સમયમાં લોકોની વચ્ચે રહીને સેવા કરતા મોરબી માળીયા 65ના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મોરબી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા તેમજ અને મોરબી રાજપૂત સમાજના આગેવાન અને સર્વે સમાજની સાથે રહી ને સામાજિક સેવા કરતા મહાવીરસિંહ જાડેજાનું સન્માન મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા મોરબી જીલ્લા મહામંત્રી શક્તિસિંહ જાડેજા મોરબી જિલ્લા ઉપપ્રમુખ શક્તિ સિંહ જાડેજા પીલુડી મોરબી શહેર મહા મંત્રી સુખદેવસિંહ જાડેજા હર્ષજીત સિંહ જાડેજા તેમજ સહ મંત્રી ઓમદેવ સિંહ જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
