પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુનાઓ જેવા કે, મારામારી, પ્રોહીબીશન, ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જે.બી.પટેલ જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી નાઓએ કુલ ૭ (સાત ) ગુનેગારોના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમો ઘણા લાંબા સમયથી ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય.
આ ઇસમોની સત્વરે અટકાયત કરવા સારૂ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન ટંકારા, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરી કુલ ૭ (સાત) ગુનેગાર ફિરોજ ઉર્ફે ફિરીયો હાસમભાઇ મેણુ( રહે. રાજકોટ, દેવપરા, કોઠારીયા રોડ), પ્રવિણા નાથાભાઇ ગાંગડીયા કોળી (રહે. રૂપાવટી તા. વાંકાનેર જી. મોરબી), ખીયારામ મંગારામ બેનીવાલ ચૌધરી( રહે, લખવારા, જી.બાડમેર (રાજસ્થાન), સલીમ ઇકબાલભાઇ શેખસંધી (રહે ચંદ્રપુર તા વાંકાનેર જી. મોરબી), રવિરાજસિંહ અમરસંગ ઝાલા (રહે. મેધપર (ઝાલા) તા. ટંકારા જી, મોરબી),જયદિપ બાબભાઇ બસીયા (રહે. મિતાણા તા. ટંકારા જી. મોરબી), જાહીદ ઉર્ફે મિટર અલીભાઇ પલેજા (રહે,કાલીકા પ્લોટ, મોરબી)નેં
પાસા અધિનિયમ તળે પકડી પાડી લાજપોર સુરત, મધ્યસ્થ જેલ અમદાવાદ,વડોદરા, રાજકોટ એમ અલગ અલગ જેલ હવાલે કરવામાં આવેલ છે.
આમ ઘણા લાંબા સમયથી મોરબી જીલ્લામાં ઉપરોકત ઇસમો ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત અંગ્રેજી દારૂનો જથ્થો પરપ્રાંત માંથી લાવી તેનું વેચાણ કરતા હોય તેમજ શરીર સબંધી મારામારીના ગુના આચરતા હોય જેઓને પાસા તળે પકડી અલગ અલગ જેલ હવાલે કરવામાં મોરબી પોલીસને સફળતા મળેલ છે.