મોરબી જિલ્લાના માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે કોરોના રસીકરણમાં ૧૦૦% સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે. હાલ કોરોનાની મળવીત ત્રીજા વેવ સામેની તૈયારીના ભાગ રૂપે કીરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોના રસીકરણ એ ખુબજ અગત્યનો ઉપાય હોય. આવા સમયે ગામમાં રહેતા કુલ ૩૦૬ લોકો ની વસ્તી ધરાવતા લક્ષ્મીવાસ ગામમાં હાલ લક્ષ્મીવાસ ગામમાં રહેતા હોય તેવા ૧૮ વર્ષ થી ઉપરની વયજય ધરાવતા કુલ રપ૦ લોકો છે. જે પૈકી ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથ ધરાવતા ૯૬ લાભાર્થીઓએ તેમજ ૫ વર્ષ કે તેથી ઉપરની વયજૂથ ધરાવતા ૧૫૪ લાભાર્થીઓએ મળી કુલ ૨૫૦ લાભાર્થીઓ માંથી ૨૫૦ લાભાર્થીઓએ કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવી લીધેલ છે. આમ લક્ષ્મીવાસ ગામે કોરોના રસીકરણના પ્રથમ ડોઝમાં 1000 સિધ્ધી હાંસલ કરેલ છે. તેમજ હાલ સુધીમાં લક્ષ્મીવાસમાં રહેતા લોકો માંથી ૪૫ વર્ષ કે તેથી ઉપરની વયજય ધરાવતા ૧૩૬ લાભાર્થીઓએ કોરોના રસીકરણનો બીજો ડોઝ પણ લઇ લીધેલ છે.
આ કામગીરીની સફળતા માટે લક્ષ્મીવાસ ગામના સરપંચ જયદીપભાઈ સંઘાણી તથા તેમની ટીમ દ્વારા લોકોનો સંપર્ક કરી કોરોના વેકસીનની જરૂરીયાત અને રસીકરણ કરાવવાથી થતા ફાયદાઓ અંગે માહિતગાર કરી આ બાબતે લોકોમાં જનજાગૃતિ લાવી ગામને ૧૦૦% રસીકરણ કરાવવામાં સફળતા અપાવેલ છે. તેમજ મોરબી જિલ્લાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી કોર એમ કતીરાની સૂચના અનુસાર અને જિલ્લા આર સી એચ અધીકારી ડો. વિપુલ કારોલીયાના માર્ગદર્શન હેઠળ માળીયા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.જી.બાવરવા અને તેમની ટીમ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવાણીયાની આરોગ કર્મચારીઓ અધિકારીઓની ટીમ પણ આ માટેના સુવ્યવસ્થિત આયોજન થકી આ સફળતામાં સમાગી બહેન છે.
આ મુજબ મોરબી જિલ્લાના તમામ ગામો કોરોના રસીકરણમાં ૧૦૦% સિધ્ધી પ્રાપ્ત કરે તે માટે અથાગ પ્રયત્નો અને આ બાબતે જનાગૃતિ કરવા માટે મોરબી જિલ્લાની તમામ લોકો, ગ્રામ્ય આગેવાનો કાર્યકરો વગેરેને મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. જેએમ કતીરા નમ અપીલ કરેછે.