મોરબી વાંકાનેર હાઈવે પર ટ્રાવેલ્સ ચાલકે ટ્રાવેલ્સ બેદરકારીથી ચલાવી ટ્રાવેલ્સ માં બેસલ પેસેન્જર ઈજાગ્રસ્ત થયા હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઇ.
મોરબીના રફાળેશ્વર નજીક આવેલ કેપ્સન સિરામિકમાં રહીને મજુરી કામ કરતા સુબેદારભાઈ જગલાલભાઈ પાસવાનએ આરોપી ટ્રાવેલ્સ નં- UP-78-CT-8532નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ ગત તા. ૨૬નાં રોજ પોતાની ટ્રાવેલ્સ પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવીને લાલપર ગામ નજીક ટ્રાવેલ્સમાં બેઠેલ ફરિયાદી સુબેદારભાઈના ગામના ભીમકુમારને માથામાં ઈજા પહોચાડી હતી તથા અન્ય પેસેન્જર રમેશભાઈ પાસવાનને મોઢાના ભાગે દાઢીમાં ફેકચર તથા ડોકની નીચે ઈજા પહોચાડી હતી.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.