મોરબીના જેતપર રોડ મનિષ કાંટા પાસે સુપર ડીસ્પલે કારખાનામાં કન્ટેનરમાં છાંટવાની દવા ચોરી કર્યાનો આરોપ લગાવી કારખાનેદાર સહિતના ૫ શખ્સોએ ૩ યુવાનોને પ્લાસ્ટિકના પાઈપથી મારમારી, જાતિ પ્રત્યે અપમાનિત કરી મોબાઈલ અને આરસી બુક પડાવી લેતા મારામારી, ધાડ સહિતની કલમો હેઠળ ગૂન્હો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ વિજયભાઇ રણછોડભાઇ જાદવ, (ઉ.વ.૩૦. રહે. નજરબાગ રેલ્વે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટી) વાળાને હાર્દિકભાઇ બોપલીયા, મયુરભાઇ, જીગરભાઇ, નયનભાઈ, સાગરભાઇ (રહે.બધા મોરબી)વાળાઓએ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૪ જુલાઈના રોજ સુપર ડીસ્પલે કારખાનામા બોલાવી કન્ટેનરમાં છાંટવાની દવા ચોરી કર્યાનો આરોપ લગાવી બેરહેમી થી માર માર્યો હતો. આરોપીઓ દ્વારા ફરિયાદી અને સાહેદને પી.વી.સી.ના પાઇપથી સામાન્ય મુંઢ માર મારી ગાળો આપી અનુ.જાતિ હોવાનુ જાણતા હોવા છતા જાતિ પ્રત્યે અપમાનિત કરી ફરીયાદીના રોકડા રૂપિયા ૪૫૦ તથા સાહેદ કૈલાસભાઇનો વિવો કંપનીનો મોબાઇલ તથા તેમના મોબાઇલનુ પાવર બેન્ક તથા રોકડા રૂપિયા ૨૦૦૦ તથા સાહેદ ગીરીશભાઇનો ઓપો કંપનીનો મોબાઇલ તથા બે મોટરસાયકલની આર.સી.બુક તથા રોકડા રૂપિયા ૨૦૦૦ ધાડ કરી લઇ જતા આ બનાવ મામલે પોલીસે ધાડ તેમજ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળનાં ગુન્હાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.