સુલતાનપુર ગામે જાહેરમાં ધમધમતા જુગાર પર માળીયા પોલીસ ત્રાટકી સાત બાજીગરોની જામેલી બાજી વીખી નાખી
માળીયામિંયાણાના સુલતાનપુર ગામે જાહેરમાં ધમધમતા જુગાર ઉપર માળીયા પોલીસનો સપાટો સાત પતાપ્રેમીઓને ૧૧ હજારથી વધુના મુદામાલ સાથે દબોચી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. શ્રાવણમાસ અને સાતમ નજીક આવી રહી છે તેમ જુગારીઓની મૌસમ પણ ખીલી ઉઠી છે અને જિલ્લામાં ઠેરઠેર જુગારીઓ ઝડપાઈ રહ્યા છે.
ત્યારે માળીયામિંયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ મહેશ બાલાસરા તેજપાલસિંહ ઝાલા જયેશ ડાંગર સહીતના પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, સુલતાનપુર ગામે શેરીમાં જાહેર જગ્યાએ જુગાર રમાતો હોય જે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમા જુગાર રમતા સુરેશ વિઠ્ઠલભાઈ સીતાપરા જીગ્નેશભાઈ હરેશભાઈ સનુરા બાબુભાઈ ભવાનભાઈ ધંધાણીયા મુનેશ બાબુભાઈ સીચણોદા જગદીશ ડાયાભાઇ સીતાપરા અજીત ડાયાભાઇ સીતાપરા (રહે.બધા જુના સુલતાનપુર) અને અજય ગોપાલભાઈ સુરેલા (રહે.માલણીયાદ તા.હળવદ) વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ.૧૧,૮૯૦ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી તમામ સાતેય પતાપ્રેમીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.