મોરબીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ રાજમાર્ગો પાણીમાં ગરકાવ રોડરસ્તા જળમગ્ન રોડ પર ગોઠણડુબ પાણી ભરાયા
મોરબી જિલ્લા ઉપર મેઘરાજાની અણીના સમયે એન્ટ્રી થતા ખેડુતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મોરબી જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઈ હોય તેમ પાંચેય તાલુકામાં મેઘમહેરના વાવડ મળી રહ્યા છે. ત્યારે મોરબી શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદથી શહેરના રાજમાર્ગો ઉપર ગોઠસસમા પાણી ભરાઈ જતા રોડ રસ્તા જળમગ્ન બની પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
જેના કારણે શનાળા રોડ રવાપર રોડ વાવડી રોડ સહીતના વિસ્તારમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયેલા નજરે ચડ્યા હતા. તદઉપરાંત મોરબી જિલ્લાના તમામ પાંચેય તાલુકામાં સારો વરસાદ પડતા મુરજાતી મૌલત પર જાણે કાચુ સોનુ વરસ્યુ હોય ઉભાપાકોને અણીના સમયે જીવનદાન મળતા ખેડુતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
તેમજ જિલ્લામાં બે જગ્યાએ વિજળી પડવાની ઘટના બનતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ છે જ્યારે બીજા બનાવમાં પશુનુ મોત નિપજ્યા હોવાનુ જાણવું મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેઘરાજાના લાંબા સમયના ઈંતેજાર બાદ મોરબી જિલ્લા ઉપર મેઘરાજા મનમુકી વરસતા મુરજાતી મૌલાતને નવજીવન સાથે જગતાતમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
