બુધવારે ખુલાસો અને જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆત
ટંકારાના મહેસુલી કર્મચારીઓ દ્વારા કરાયેલ એક હજાર કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ કરવા સામાજિક આગેવાન ભરત સોલંકી દ્વારા ટંકારા મામલતદાર કચેરી ખાતે ધરણા શરૂ કરવામાં આવ્યા છે.
ટંકારા સર્વે નં- ૧૪ ફળી ઝાળની જમીન વાઘજી રૂગનાથભાઈને ૩૦ વર્ષના ભાડે પેટે થી આપેલ હુકમની શર મા સ્પષ્ટ ઉલ્લેખ છે કે ૩૦ વર્ષ પછી કલેક્ટર જરુર જણાય તો વધુ સમય માટે આપી શકે તો માત્ર ચાર વર્ષમાં આ જમીન કાયમી કઈ રીતે થઈ ગઈ…?
પ્રાંતના અધિકારો મોરબના મદદનીશ કલેકટર તરીકેનો કાયમી કરી આપવા નો હુકમ બોગસ હોવાની પુરી સંભાવના છે. કારણ કે હુકમ માં દર્શાવેલ ઠરાવો ગુજરાત સરકારના મહેસુલ વિભાગ પાસે પણ નથી. હુકમ અને હુકમ મુજબની નોંધ જેમાં પડેલ છે એ ગામ નમુના નંબર ૬ હક્ક પત્રની બુક FSLમા મોકલી સમયગાળો નક્કી કરવામાં આવે. અમારી વાતને સમર્થનFSL તરફથી ન મળે તો અમેFSLનો ખર્ચ ભોગવવા તૈયાર છી. જુની શરતમાં ફેરવવાના નીયમ ૧૯૯૬ થી લાગુ પડેલ છે. તો આ ફળ ઝીવીની જમીન જુની શરતમાં ક્યારે અને કયા નિયમ મુજબ ફરી ગઈ સમીક્ષાનો હુકમ ક્યારે થયો.
મદદનીશ કલેકટર દ્વારા ૧૯૭૫મા આ જમીન કાયમી કરી આપી હોય કલેક્ટર રાજકોટ બેવકુફ હશે કે કલેક્ટરને કહી ના શકે? કે સર આ જમીન જુની શરતમાં ફરી ગઈ છે.નવી શરતના નિયંત્રણો લાગું ન પડે, મામલતદાર ટંકારા બેવકુફ હશે કે, જુની શરતની કાયમી જમીન હોવા છતાં શરત ભંગની દરખાસ્ત પ્રાંત અધિકારી મોરબીને મોકલે..? મામલતદાર ટંકારા દ્વારા શરતભંગ ની દરખાસ્ત પ્રાંત કચેરી મોરબીમાં ૨૦૧૩મા મોકલ્યાનું રેકર્ડ પર છે. તો ૨૦૧૫મા પેટેદારની વારસાઈ એન્ટ્રી કયા નિયમનાં આધારે પડી હક્ક કમીની એન્ટ્રી પણ પડી છે.
ઉપરોક્ત મુદા નં ૧થિ૬ અંગે સંતોષકારક જવાબ અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરી ફળ-ઝાળની જમીનનાં કલેક્ટર મોરબીના હુકમ સામે રીવીઝનની કાર્યવાહી કરી અરજદારોને જાણ કરવામાં નહી આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે. તેવી આવેદનપત્ર પાઠવી ભરત સોલંકીએ રજુઆત કરી છે.
