Thursday, April 24, 2025

ગુજરાતમાં સૌપ્રથમ ક્રાંતિકારીની યાદમાં મોરબીમાં બનાવાયું “આઝાદ પાર્ક”

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબી શહેરમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની યાદમાં આઝાદ પાર્કનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં આગામી તા.23 ને શુક્રવારના રોજ ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે ક્રાંતિકારી સેના-મોરબી અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આઝાદ પાર્ક ખુલ્લું મુકવામાં આવશે.

આ તકે ક્રાંતિકારી સેનાએ જણાવ્યું હતું કે, બાળકોમાં ક્રાંતિકારી વિચાર આવે, દેશ પ્રત્યે પ્રેમ જાગૃત થાય તે માટે બનાવવામાં આવેલ છે, સાથે આ પાર્કની વિશેષતા ચંદ્રશેખર આઝાદના ચિત્રો, સ્વચ્છતાના ચિત્રો, દેશભક્તિના ચિત્રો, વૃક્ષો વાવોના સંદેશ, હિચકાઓ, લપસીયા ઓ મુકવામાં આવેલ છે. તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં નિર્માણ પાછળનો હેતું બાળકોમાં દેશ ભક્તિ સાથે કેન્દ્રની મુલાકાતે આવતા બાળકો અને લોકોમાં પશુઓ-પંક્ષીઓ પ્રત્યેનો પણ પ્રેમ જાગે તે હેતુથી આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી તમામ દેશભક્ત લોકોને આઝાદ પાર્ક ખુલ્લો મુકવાની તકે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,336

TRENDING NOW