ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા રોડ ઉપર આવેલ એપલ કારખાના પાછળ પૈસા સવારે આપવાનું કહેલ એમ કહી યુવક પર છરી વડે હુમલો કર્યો હોવની ફરીયાદ ટંકારા તાલુકા પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે ધરતીધન હોટલ પાછળ પંકજભાઈ દયારામભાઈ મસોત ની વાડીમાં રહેતા રાકેશભાઈ ધુળાભાઈ હઠીલા (ઉ.વ.૩૨.) એ આરોપી કેવનભાઈ નરસીંગભાઈ (રહે. હડમતીયા એપલ કારખાના પાછળ) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯ના રોજ ફરીયાદી તથા તેના સાહેદ આરોપીને પૈસા દેવ સાંજે ગયેલ હોય જેથી આરોપી કેવનભાઈએ ફરીયાદી રાકેશભાઈનેં સવારે પૈસા આપવા માટે આવવાનું કહેલ પરંતુ ફરીયાદી અને તેના સાહેદ આરોપીને પૈસા દેવા સાંજે ગયેલ હોય જેથી આરોપીએ ઉશ્કેરાઈ તને પૈસા આપવા સવારે આવવાનુ કહેલ એમ કહી ફરીયાદીને ગાળો આપી છરી થી એક ઘા કરી ફરિયાદીનાં ખંભા પાસે ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.