Thursday, April 24, 2025

મોરબીમાં રહેણાંક મકાનમાંથીં વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીનાં માધાપર વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની બોટલ ૬૩ તથા બીયર ટીન નંગ- ૩૬ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. તેમજ અન્ય આરોપી સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી.

મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં-૨૦માં રહેતા આરોપી મહેશ વજાભાઈ ખીટ (ઉ.વ. ૨૬.) એ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૩(કીં.રૂ. ૨૩,૩૨૫) તથા બીયર ટીન નંગ-૩૬(કિં.રૂ.૩૬૦૦) મળી કુલ મુદ્દામાલ રૂ. ૨૬૯૨૫ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક ઈસમ કિશન પોપટભાઈ ખીટનું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી. બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,336

TRENDING NOW