માળીયામિંયાણાના ચાચાવદરડા ગામે ભાજપના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતું તાલુકા ભાજપ દ્વારા ચાચાવડરડા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમા ઉપસ્થિત મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેસંગભાઈ હૂંબલ, માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, માળીયા તાલુકા મહામંત્રી મનીષભાઈ કાંજીયા તેમજ ચાચાવડરડા ગ્રામ પંચાયતના સરપંચ હરિભાઈ બાવરવા, જગદીશભાઈ આદ્રોજા, રામણિકભાઈ બાવરવા, હિતેશભાઈ દસાડીયા સહીતના ભાજપ કાર્યકરો દ્વારા યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં તાલુકા ભાજપના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.