વાંકાનેર: અમદાવાદ રાજકોટ હાઇવે વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજથી આગળ ઓનેસ્ટ હોટલ પાસે રોડ પર ટેન્કરે ઇકો કારને પાછળથી ઠોકર મારતાં કારમાં બેસેલ ૪ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે રહેતા ગોરધનભાઈ લખમણભાઇ ધોરીયા(ઉ.વ.૪૮)એ ટેન્કર ચાલક સલીમભાઈ હાસમભાઈ ફકીર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭ના રોજ સાડા નવ વાગ્યાનાં અરસામાં અમદાવાદ રાજકોટ હાઇવે વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજથી આગળ ઓનેસ્ટ હોટલ પાસે રોડ પર ફરીયાદીની ઇકો કાર રજી નં- GJ-36-R-5630ને ટેન્કર રજી નં- GJ-10-TX3951ના ચાલકે પાછળથી ઠોકર મારી ઈકો કારને પલ્ટી ખવડાવી સાહેદ જયાબેન તથા રાઘવજીભાઈ તથા રતાભાઈ મુંઢ ઈજાઓ પહોંચાડી તેમજ સાહેદ હેમીબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી ટેન્કર ચાલક નાશી છુટયો હતો. ઇકો કારના ચાલક ગોરધનભાઈ એ ટેન્કર ચાલક સલીમભાઈ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ બનાવમાં ફરીયાદનાં આધારે પોલીસે ટેન્કર ચાલકનેં ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી.