Wednesday, April 23, 2025

મોરબી: નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા ગાયોને ઘાસચારો વિતરણ કરાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાવડી ગામે નકલંક નેજા ધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા મોરબીમાં રખડતી રજડતી ગાયોને લીલો ચારો વિતરણ કરવામાં આવ્યો હતો. જેમાં વાવડી રોડ, સરદાર બાગ, રવાપર રોડ, જીઆઈડીસી રોડ, હાઉસિંગ બોર્ડ , ઉમીયા સર્કલ, સનાળા રોડ ઉપર ગાયોને લીલો ચારો ખવડાવવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપના યુવાન દ્વારા રખડતાં રઝળતા ગૌમાતા તથા ગોવંશને લીલો ઘાસચારો ખવડાવી આજની યુવા પેઢીને પ્રેરણાદાયી સંદેશો મળે તેવું કાર્ય કરી રહી છે. સામાન્ય રીતે આજનો યુવાન ખોટા ખર્ચા તથા મોજશોખ કરવામાં પૈસાનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. ત્યારે નકલંક નેજાધારી ગૌસેવા ગ્રુપના યુવાનોમાંથી પ્રેરણા મળે તેવું સત્કાર્ય કરેલ છે. ત્યારે વધુમાં નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપએ જણાવેલ કે, તેમના ગ્રુપ દ્વારા દર પંદર દિવસે રખડતા રઝળતા ગૌમાતા તેમજ ગૌવંશને લીલો ઘાસચારો વિતરણ કરવાનું આયોજન કરવામાં આવે છે. નકલંક નેજાધારી ગૌસેવા ગ્રુપમાં જોડાવા માટે કોન્ટેક નંબર 8141334461/6355133 483 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,231

TRENDING NOW