વાંકાનેર: વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે માર્કેટયાર્ડ સામેથી ઈકો કારમાં રૂ.૮૦૦૦ના દેશી દારૂ સાથે ૨ ઝડપાયાં એક નાશી છુટયો હતો. વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચંદ્રપુર ગામે માર્કેટયાર્ડ સામેથી ઈકો કાર નં. GJ-03-BW-2142માં આરોપીઓ હરેશભાઈ જેશાભાઈ લાંબડીયા અને નયનભાઈ ગોકુળભાઈ કણસાગરા વેચાણ કરવાના ઈરાદે ગેરકાયદેસર દેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના બાચકા નંગ- ૦૮માં દેશી દારૂ લીટર ૪૦૦, કિં.રૂ. ૮૦૦૦/-ની હેરાફેરી કરતા પકડી પાડ્યા હતા. પોલીસે દારુ, કાર, બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૩૨,૦૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં આરોપી વિકાસભાઈ કમાભાઈનું નામ ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.