મોરબી: મોરબીના સોખડા કિશનગઢ ગામમાં રસીકરણ ઉત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવી.જેમાં આરોગ્ય સમિતિ દ્વારા આપવામાં આવેલ 100 જેટલા વેકસીનેશનના સ્લોટ ફાળવવામાં આવતા 100 જેટલા ભાઈઓ અને બહેનોએ કોરોના સામે કવચ સમાન વેકસીન મુકાવી સફળતા પૂર્વક વેકસીનેશન કરવામાં આવ્યું.આ તકે સમગ્ર લાભાર્થી ગ્રામ જનો દ્વારા મોરબી તાલુકાના છેવાડાના ગામમાં રસીકરણ સ્લોટ ફાળવવા બદલ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા,જિલ્લા આરોગ્ય અધિકારી અને પી.એચ.સી. ભરતનગરનો ગ્રામજનોએ આભાર પ્રકટ કર્યો હતો.