મોરબી: મોરબીના નગરદરવાજા પાછળ નાસ્તા ગલીમાં આરોપીએ પૈસાની માંગણી કરતા મહિલા એ પૈસા આપવાની ના પાડતાં આરોપીએ છરી વડે હુમલો કર્યો હોવની ફરીયાદ મહીલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ મોરબી બજાર લાઈન ડાક શેરીમાં રહેતા સલમાબેન સલીમભાઈ અમલાણી (ઉ.વ.૪૦)એ આરોપી હુશેન ઉર્ફે ઢીંગલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે નગર દરવાજા નજીક નાસ્તા ગલીમાં ક્રિષ્ના નાસ્તા હાઉસ નામની દુકાન નજીક આરોપીએ પૈસાની માંગણી કરતા ફરિયાદી સલમાબેનએ પૈસા આપવાની ના પાડતા આરોપી હુશેન ઉર્ફે ઢીંગલીએ પોતાની પાસે રહેલ છરી વડે ફરિયાદીનાં ડાબા પગના સાથળ ઉપર એક ધા મારી ઈજા પહોંચાડી તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરીયાદ પરથી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.