મોરબી: – માળીયા (મીં) વિસ્તારમાં ચાલુ વર્ષે વાવણી લાયક વરસાદ અમુક જગ્યાએ ઓછો હોવા છતા ખેડૂતોએ વાવણી કરી દીધેલ છે અને પાક પણ ઊગી નીકળ્યો છે. કમનશીબે હવે વરસાદ ખેંચાતા આ ઊભો મોલ મુરજાય જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. ત્યારે નર્મદાની મોરબી – માળીયા (મીં) અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ દ્વારા ખેડૂતોને સીંચાઈનું પાણી આપવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રજૂઆત કરી છે. આ અંગે સરદાર સરોવર નર્મદા નિગમના કેનાલના ડિરેક્ટર સાથે વિષદ્ ચર્ચા કરીને સિંચાઇ માટે ૩૦ જૂન સુધી પાણી આપવાનો નિયમ હોય છે. તેમ છતા નર્મદાની આ બ્રાન્ચ કેનાલો દ્વારા ઊભા પાકને બચાવવા ખેડૂતોને પાણી આપવું ખૂબ જરૂરી હોય તાત્કાલિક પાણી છોડીને ઊભો મોલ બચાવી લેવામાં આવે તેવી વધુમાં ખાસ તાકીદ કરી છે.