Tuesday, April 22, 2025

માળીયા (મી): ધાડના ગુન્હામાં 12 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સીંગ રાજકોટ રેન્જનાઓ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓની નાસતા ફરતા આરોપીઓ પકડવાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇ તથા મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવના જંબેશના ભાગરૂપે માળીયા (મી) પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેન.એચ.ચુડાસમા તથા ટીમના માણસો ભીમસર ચોકડી ખાતે વાહન ચેકીંગ કરતા હતા.

તે દરમ્યાન પરપ્રાતિય બસોમા ખેતમજુરી કામે આવતા ખેતમજુરો ચેક કરતા હતા જે દરમ્યાન બસમાંથી ઉતરેલ મધ્યપ્રદેશ રાજ્યના મજુરો પૈકી એક ઇસમ શંકાસ્પદ જણાતા તેની પુછપરછ કરવા પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરી તેના નામ સરનામાની વિગતે ખરાઇ કરતા અત્રેના પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં ૧૨ વર્ષથી નાસતો ફરતો આરોપી રાજુભાઇ ઉર્ફે જીવણ તોલસીંગ ઉર્ફે તોલીયા કલજીભાઇ ગામડ (ઉ.વ-૪૩ ધંધો ખેતીમજુરી રહે-મચ્છલીયા ગામ નાકાફળીયા પો.સ્ટ-કાલીદેવી જી-ઝાબુઆ(મધ્યપ્રદેશ))ની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા તથા એ.એસ.આઇ કનુભા રાણાભા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ મોરી તથા અજીતસિહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ તથા જયપાલભાઇ લાવડીયા તથા વિશ્વરાજસિહ ઝાલા તથા ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW