વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે સાંપ કરડતાં વૃદ્ધનું મોત નિપજ્યું હોવાની નોંધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે કારનામા આવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરનાં રાતા વિરડા ગામે દીયાન પેપર મીલમાં રહેતા વૈદુ કોડાલુભાઈ રામૈયાભાઈ વામ્યુગડ (ઉ.વ.૪૪. મુળ રહે. ગુડપેળા ગોદાવરી વેસ્ટ આંધ્રપ્રદેશ), ગઈ કાલના રોજ રાત્રીના સમયે દીયાન પેપર મીલની
લેબર કોલોની ખાતે સુતાં હતાં તે દરમ્યાન સાંપ કરડતાં બેભાન હાલતમાં મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જતાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.