માળીયા(મી): માળીયા તાલુકાના વિદરકા ગામે દિકરી વિશે ખરાબ વાત ન કરવા ઠપકો આપવા ગયેલ ને ૪ શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ માળીયા (મી) પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં વિદરકા ગામે રહેતા હિરાભાઇ રતુભાઈ થરેશાએ આરોપીઓ વિક્રમભાઈ જયંતીભાઈ શંખેશરીયા, સુધીરભાઈ લાલજીભાઈ શંખેશરીયા, રણછોડભાઈ શંખેશરીયા તથા જયંતીભાઈ લાલજીભાઈ શંખેશરીયા (રહે બધા વિદરકા ગામ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રમેશભાઈ રતુભાઈની દિકરી વિશે આરોપી વિક્રમભાઈ ગામમાં ખરાબ વાતો કરતો હોય જેથી રમેશભાઈએ તેને ઠપકો આપ્યો હોય જે બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓએ એકસંપ કરી ફરિયાદી હિરાભાઇ તથા સાથેના વ્યક્તિઓને જેમ ફાવે તેમ ગાળો આપી છુટ્ટા પથ્થર તથા ઈંટોનાં ઘા મારી બાવળના બડીકા વડે આડેધડ માર મારી ફરિયાદી હિરાભાઇને ગાલનાં ભાગે તથા સાથેનાં નિલેશભાઈને માથામાં તથા ભરતભાઈ અને અજયભાઈને શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.