મોરબી: મોરબીના મકનસર ગામે પત્નીને તેડવા ગયેલા યુવાનને ત્રણ પુરુષ સહિત એક મહીલાએ માર માર્યો હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામે રહેતા ડાયાભાઈ જીવણભાઈ કરોતરાએ(ઉ.વ.૩૩) આરોપીઓ બિજલભાઈ હીરાભાઈ વેરાણા, ભારાભાઈ બિજલભાઈ વેરાણા, દેવસીભાઈ બિજલભાઈ વેરાણા તથા વજીબેન બિજલભાઈ વેરાણા (રહે. તમામ મકનસર ગામ તા. મોરબી) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલેનાં રોજ બપોરનાં આશરે બારેક વાગ્યાનાં અરસામાં ફરિયાદી ડાયાભાઈ પોતાની પત્નીને તેડવા માટે ગયા હોય ત્યારે આરોપીઓ બિજલભાઈ હીરાભાઈ વેરાણા, ભારાભાઈ બિજલભાઈ વેરાણા, દેવસીભાઈ બિજલભાઈ વેરાણાએ લોખંડના પાઈપ, કુંડલી વાળી લાકડી તથા લાકડાનાં ધોકા વડે ફરિયાદીને માર મારી ઈજા કરી હતી જ્યારે આરોપી વજીબેન બિજલભાઈ વેરાણાએ ફરિયાદીને ગાળો બોલી ફરિયાદી તથા તેની સાથેના વ્યક્તિને મુંઢ માર માર્યો હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.