વાંકાનેર: વાંકાનેર તાલુકાના સત્તાપર ગામેથી જુગાર રમતા 5 પતા પ્રેમીઓને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકાના સતાપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડી સતાપર ગામમાં કન્ડેશ્વર મહાદેવના મંદિર તરફ જવાના રોડ પર આવેલ કાળુભાઇ હરજીભાઇના મકાન નજીક જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ગોરધનભાઇ ઉર્ફે રમેશભાઇ કરશનભાઇ ધોરીયા(ઉ.વ.૩૫.રહે. શેરડી.તા.થાનગઢ, જી. સુરેન્દ્રનગર), અબ્દુલભાઇ અલીભાઇ બાવરા(ઉ.વ.૫૪, રહે. સમઢીયાળા,તા.વાકાનેર), યોગેશભાઇ ધીરૂભાઇ મકવાણા(ઉ.વ.૩૦,રહે. સંયોગી,તા.થાનગઢ. સુરેન્દ્રનગર) રવજીભાઇ કાનાભાઇ સાપરા(ઉ.વ.૩૨. ગુંદાખડા.તા.વાકાનેર) તથા જીતેન્દ્રભાઇ વીનુભાઇ બાવળીયા(ઉ.વ.૨૫.રહે. તરકીયા.તા. વાંકાનેર)ને રોકડ રૂ. ૧૫,૨૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.