મોરબી:મોરબીના ધુનડા રોડ ઉપર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે આજ તા.10 ને શનિવારથી દરરોજ સાંજે 5 થી 8 કલાકે કુંડામાં વાવી શકાય તેવા 45થી વધુ રંગબેરંગી ફૂલ છોડનું રાહત ભાવેથી વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ વિતરણમાં ગુલાબ કાશ્મીરી, ગુલાબ લાલ, ગુલાબ પિંક, ગુલાબ પીડા, ગુલાબ વાઇટ, ક્રોટોન, મોગરો, પારસ વેલ, આલમંડા વેલ, મધુકામિની, દૂધ મોગરો, ચાંદની, લેમોનિયા, ઓમ, ગ્રીન ટી, જેનીલિયા, પેટા ક્રોટોન, ગધેનિયા, શ્યામ તુલસી, માધુમલ્ટી, ચીની, ગુલાબ, રાતરાણી, દ્રાક્ષ, જાસૂદ, શ્યામ તુલસી, ડ્રેસિંના, એરિકાપામ, સ્પાઇડર, જેટરોફા, બ્રાસ, વિક્સ તુલસી, ગ્રીન પામ, મોરપંખી, આલમંડા, રાત રાણી, ટગર સિંગલ, લેમનપટ્ટી, જેટરોફા, ફાયકસ સફારી, એરેનપીમાં રેડ, મધુમાલતી વેલ, જાસૂદ કેસરી, એક્ઝોરા, ફ્લેમિંગો, મનિવેલ, બારમાસી વિગેરે રોપાઓનું વિતરણ કરાશે. તેમજ વધુ માહિતી માટે મો. 7574868886 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.