મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામે આઈસ્ક્રીમના પૈસાની લેવડ-દેવડ બાબતે ચાર શખ્સોએ ગાડીમાં આવી દુકાનદારને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા ભરતભાઈ કેશવજી જીવાણી (ઉં.વ.૪૯)એ આરોપી મુકેશભાઈ બચુભાઈ બોરીચા(રહે. કોયલી ગામ. મોરબી) તથા અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે રાત્રે ફરિયાદીની ખાનપર ગામે આવેલ દુકાને આરોપી મુકેશભાઈ બચુભાઈ બોરીચાએ મુન્નાભાઈ બોરીચા પાસેથી આઈસ્ક્રીમનાં પૈસા લેવાની ફરિયાદી ભરતભાઈને ના પાડવા છતાં મુન્નાભાઈએ આઈસ્ક્રીમનાં પૈસા આપેલ હોય જે ફરિયાદીએ લેતા આરોપી મુકેશભાઈએ ફરિયાદી સાથે બોલાચાલી કરી અને આ બાબતનો ખાર રાખી અજાણ્યા ત્રણ ઈસમો સાથે લાલ કલરની કારમાં આવી ફરિયાદીને ગાળો આપી પાવડાનાં હાથા,પાઈપ તથા લાકડાનાં ધોકા વડે માર મારી તથા શરીરે મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.