મોરબીના વાવડી રોડ ઉપર ઓફિસમાં વિદેશી દારૂની છુપાવી વેચાણ કરતો હોવાની બાતમી આધારે મોરબી સીટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમે રેડ પાડી 35 નંગ બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો
મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ સીટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ચકુભાઇ કરોતરાને બાતમી મળેલ કે પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલા (રહે, વાવડીરોડ સોમૈયા સોસાયટી મોરબી) વાળો પોતાની વાવડીરોડ બાપાસીતારામ મઢુલી પાછળ આવેલ પોતાની ઓફીસમાં ઇંગ્લીશદારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી આધારે રેઇડ કરી હતી.
અને આરોપી પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલાની ઓફીસમાંથી વિદેશીદારૂની મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોરસેલ ઇન હરીયાણા ઓન્લીની કાચની ૭૫૦ એમ.એલ ની કંપની સીલબંધ બોટલો નંગ.૩૫ (કિ.રૂ.૧૦,૫૦૦)નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
આ સફળ કામગીરી પોલીસ ઇન્સપેકટર બી.પી.સોનારા, પો.સબ.ઇન્સ. એસ.એમ.રાણા, પો.હેડ.કોન્સ. મહાવીરસીંહ પરમાર, કિશોરભાઇ મિયાત્રા, રામભાઇ મંઢ, પો.કોન્સ. ભાનુભાઇ બાલસરા, ચકુભાઇ કરોતરા, ભરતભાઇ હુંબલ, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમા, સંજયભાઇ બાલાસરા તથા સમરતસિંહ ઝાલા વગેરેએ જોડાયેલ હતા.