Wednesday, April 23, 2025

RTO અધિકારીની ફરજમાં રુકાવટ કરી ગાળો આપનાર 4 શખ્શોની ધરપકડ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ભરતનગર ગામ પાસે મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ ઉપર આરટીઓ અધિકારીએ એક ઓવરલોડ ટ્રકને અટકાવી ડિટેઇન કરતા ૪ શખ્સોએ આરટીઓ અધિકારીની ફરજમાં રુકાવટ કરી ગાળો આપનાર ચારે ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી પાટીયા નજીક આવેલ પાટીદાર ટાઉનશિપમાં રહેતા અને મોરબીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક (એઆરટીઓ) તરીકે ફરજ બજાવતા અપૂર્વકુમાર ભગાભાઇ પટેલએ ફરીયાદ નોંધાવી છે કે, ગત તા.01ના રોજ રાત્રીના સમયે વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન રાત્રીના પોણા અગયારેક વાગે માળીયા હાઇવે પર ભરતનગર ગામ નજીક ટ્રક નં. RJ-19-GE-2667માં ઓવરલોડ સામાન ભરેલો હોય જેથી તેને રોકી તપાસ હાથ ધરવામાં આવતા ગુજરાત રાજ્યનો વાહનનો ટેક્સ બાકી હોવાથી આરોપી કુશારામ ક્રિષ્નારામ કુમાર (રહે. સાતલભાખરી તા.જી.બાડમેર) તથા ક્લીનર ઉદેસિંગ દેરાવરસિંગ રાઠોડ (રહે.ચન્દોણીયો કેઢાણી બાંદરા તા.જી.બાડમેર)ને ટ્રક આરટીઓ કચેરી લઈ લેવા માટે કહ્યું હતું.

જેથી આરોપી કુશારામેએ આરોપી વનરાજભાઈ ભાનુભાઇ કવાડીયાને ફોન કરી બોલાવેલ અને પોતાની ટ્રક ગાત્રાળ પાઈપની કંપની ભારત પેટ્રોલિયમ પાસે ધરમપુરના પાટીયા પાસે રોકી દઇને એઆરટીઓ અધીકારીએ ટ્રક કચેરીએ લઈ લેવાનુ કેહતા હમણાં ટ્રાન્સપોર્ટ વાળા વનરાજભાઈ આહીર આવે છે. તેમ કહી ટ્રક રોકી દઈ આરોપી કુશારામ ક્રિષ્નારામ પ્રજાપતિ,ઉદેસિંગ દેરાવરસિંગ રાઠોડ,વનરાજભાઈ ભાનુભાઇ કવાડીયા, અને ગણપતસિંગ પ્રેમશીંગ ચૌહાણએ તારાથી થાઈ એ કરી લે તેમ કહી ફરીયાદી અપૂર્વકુમાર પટેલની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી ગાળો આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરીયાદના આધારે ચારે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,231

TRENDING NOW