મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. વધતા જતા કોરોના કેશોને લઈને દર્દીઓને હોસ્પીટલમાં બેડ મળવા પણ મુશ્કેલ બન્યાં હતાં. સાથે ઓકિસજનની પણ એટલી જ અછત સર્જાઈ હતી. ત્યારે દેવદૂત બનીને મોરબીના સેવાભાવી ગ્રુપો અને સંગઠનનો આગળ આવી કોરોના કાળના સંકટ સમયે નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી.
રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિહં જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબીમાં કોરોનાની મહામારીનાં સંકટ સમયમાં સર્વે સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરતા યંગ ઈન્ડીયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારી, યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાંણસરિયા, પટેલ ઓક્સિજન ટી.ડી.પટેલ, જય અંબે ગ્રુપના જીગ્નેશભાઈ કૈલા, તરુનભાઇ અધારાનું મોમેન્ટો આપી સન્માનિત કરેલ હતું. તેમજ આગામી સમયમાં પણ નિસ્વાર્થ ભાવે સેવાકાર્ય કરતા રહો તેવી પ્રાર્થના સાથે રાજપૂત કરણી સેના જરૂર પડે ત્યારે સહયોગ આપશે તેમ ખાતરી આપી હતી.
આ તકે શક્તિસિંહ પીલુડી (ઉપપ્રમુખ), પી.એમ.જાડેજા વિરપડા (ઉપપ્રમુખ), ભગીરથ સિંહ વાઘેલા (ઉપપ્રમુખ), શકિતસિંહ જાડેજા (કેરાળી કરણી સેના મહામંત્રી), સુખદેવસિંહ જાડેજા વિરપડા (મહામંત્રી), હર્ષજીતસિંહ જાડેજા (મહામંત્રી), ઓમદેવસિંહ જાડેજા ગુંગણ, મહિપાલસિંહ જાડેજા (કારોબારી સદસ્ય), યોગીરાજસિંહ ઝાલા કીડી, બીઝરાજસિંહ ઝાલા (જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ) હાજર રહ્યા હતા.