મોરબીમાં છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ૬ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા, તથા પો.કોન્સ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકીકત મળેલ કે, મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનાનો નાસતો ફરતો આરોપી અમદાવાદ શહેર ખાતે હોવાની ચોક્કસ બાતમી મળેલ હતી. જે હકિકત આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમ બનાવી અમદાવાદ શહેર ખાતે મોકલી હતી.
અને મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપીંડી, વિશ્વાસઘાત ગુન્હાનો નાસતો ફરતો આરોપી હાર્દિક લલીતભાઇ દવે (ઉ.વ.૨૬ રહે.અનંતનગર સોસાયટી શેરીનં-૨ મોરબી-૨ મૂળ રહે ચકુ દેપાળાની શેરી જુની પોસ્ટ. ઓફીસ પાસે ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર)ને અમદાવાદ નારોલ પાસે આવેલ જિંદાલ જીન્સ કાપડની ફેકટરીમાંથી ઝડપી પાડ્યો હતો. આમ ઉપરોકત ગુનાના છેલ્લા ૬ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. તરફ આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.
આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, સંજયભાઇ પટેલ, રજનીભાઇ કૈલા, કૌશીકભાઇ મારવણીયા, તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા ભરતભાઇ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા, સતીષભાઇ કાંજીયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.