Thursday, April 24, 2025

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-માળીયા તાલુકા ટીમની નવ રચના કરાઇ

Advertisement
Advertisement
Advertisement

મોરબી ‘કેશવકુંજ”ખાતે જિલ્લા ટીમના મુખ્ય હોદેદારોની બેઠક મળેલ હતી. જેમાં માળીયા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટીમની નવરચના કરવામાં આવી હતી. અને આગળના કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. જેમાં માળીયા તાલુકાના શિક્ષકો વતી શિક્ષકોના હિતોની રક્ષા કરવા તથા શિક્ષકોને અન્યાયકર્તા પ્રશ્નોને વાચા આપવા માળીયા તાલુકાનાં કર્તવ્યનિષ્ઠ શિક્ષકોને જવાબદારી આપેલ છે.

જેમાં અધ્યક્ષ તરીકે હરદેવભાઈ કાનગડ મંત્રી તરીકે સુનિલભાઈ કૈલા,સિનિયર ઉપાધ્યક્ષ તરીકે રાજેશભાઈ રાઠોડ, ઉપાધ્યક્ષ તરીકે રમેશભાઈ ચાવડા સંગઠન મંત્રી તરીકે કે.કે.લાવડીયા વગેરેએ જવાબદારી સ્વીકારી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ-માળીયા તાલુકા ટીમની નવ રચના કેશવ કુંજ ખાતે કરવામાં આવી હતી. ટિમના સભ્યોને દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ કિરણભાઈ કાચરોલા મંત્રી, પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રી વગેરે મહાસંઘના કાર્યકરોએ ટીમના તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ શિક્ષણ અને શિક્ષકોના હિતમાં સતત તત્પર રહેવા જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,282

TRENDING NOW