મોરબી: પર્યાવરણનું જતન એ દરેક નાગરિકનું કર્તવ્ય છે.વૃક્ષ થકીજ પર્યાવરણ અને વાતાવરણનું શુદ્ધિકરણ શક્ય છે. શાળા અને શિક્ષક થકીજ આદર્શ નાગરિકનું સર્જન થતું હોય છે. ત્યારે નાગરિક અને પર્યાવરણ સંવર્ધનની સવિશેષ જવાબદારી શિક્ષણ વિભાગ પણ વહન કરતું હોય છે.

વસુંધરાના વિકાસ અર્થે મોરબીની તાલુકા શાળા નં -૧ સી.આર. સી.ની નવનિર્મિત શાળા કલ્યાણ(વજેપર) પ્રાથમિક શાળામાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ પ્રકૃતિવંદન કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર, બીટ કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, તથા તા.શા.નં.1 ના સી.આર.સી.કો.ઓ.અને મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા પણ જોડાયા હતા. શાળાના મુખ્યશિક્ષિકા બહેન અને સમગ્ર સ્ટાફ પરિવારના શિક્ષિક ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
