(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
હળવદ તાલુકાના મયુરનગર ગામે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ હતી. જેમાં મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીમાંથી યોગેશભાઈ રંગપરીયા હાજર હતા. આ બેઠકમા સંગઠનને લઈને ચર્ચા કરવામાં આવી હતી. અને આગામી દિવસોમાં પ્રદેશ ટીમની મોરબી મુલાકાત લઈને ચર્ચા થઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં 70થી વધારે યુવાનો વડીલો માતાઓ બહેનો જોડાયા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં યોજવાની છે. તેમાં આમ આદમી પાર્ટીના તમામ સીટો પર ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વખતે કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મોરબી હળવદની અંદર આમ આદમી પાર્ટી આગેવાનો નવા કાર્યકર્તાઓને આપમાં જોડીને પાર્ટી મોટી કરી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા તથા હળવદ તાલુકાના મયુરનગર ગામે 70 જેટલાં કાયકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના આમ આદમી પાર્ટી હળવદની ટીમમાંથી વિપુલ રબારી, હિતેશ વરમોરા, દિપ પારેજીયા, હિતેશ મકવાણા, ચંદુભાઈ મોરી ઉપસ્થિતિ રહ્યા હતા. અને તેઓએ જણાવેલ કે, દેશમાં કોરોના વાયરસે તરખાટ મચાવ્યો જેમાં લોકોને બેસહારા રહેવું પડ્યું હતું. અને નેતાઓ મિસ્ટર ઈન્ડિયા ની જેમ અદ્રશ્ય થઇ ગયા હતા તેમજ પેટ્રોલ-ડીઝલ સહિતની વસ્તુઓમાં મોંઘવારી નો માર અને બેફામ વધેલા ભષ્ટાચાર ગેરરીતિથી કંટાળી ગયેલા લોકો હવે પ્રમાણિક ગણાતી આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે.