(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
હળવદ: જન-સંવેદના મુલાકાત અંતર્ગત તા.૨૦-૨૧/૭/૨૦૨૧ ના રોજ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાનભાઈ ગઢવી અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા તેમજ સંગઠન મંત્રી અજીતભાઈ લોખિલ મોરબી જિલ્લાની મુલાકાત લેવાના છે. તે સંદર્ભમાં ખાસ ચર્ચા હળવદ ટીમ સાથે કરવામાં આવી છે.
જેમાં હળવદના અલગ અલગ ગામની અંદર જઈને કોરોનાની અંદર જે કોઈ કુટુંબના સભ્યનું મૃત્યુ થયું હોય તેમના પરિવારની મુલાકાત લેશે. બની શકે એટલા વધુ લોકોને મળવાનો પ્રયત્ન પણ કરશે. આ તકે આમ આદમી પાર્ટી હળવદ ના તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારીએ જણાવ્યું છે કે, હળવદમાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય મોટા નેતા આવતા હોવાથી કાર્યકર્તા ઓમાં અને લોકોમાં આનંદ છવાઈ ગયો છે.