મોરબી: ગુજરાત રાજ્ય બોર્ડ અને રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ગૃહ ઉપયોગી અને સ્વાથ્ય વર્ધક 1700 છોડનું નિશુલ્ક વિતરણ કરાયું હતું.
જેમાં ગાયત્રી યજ્ઞમાં 120 શ્રધ્ધાળુએ ભાગ લીધો હતો. તેમજ રાષ્ટ્રીય સ્વયંમ સેવકના સેવા ભરતી વિભાગ દ્વારા ૧૭૦૦ છોડના રોપા જેવા કે, તુલસી, કુંવારપાઠું, ચીની ગુલાબ, મીઠો લીમડો, અપરાજિત, ચણોઠી, પાન ફૂટી, જેવા અલગ અલગ પ્રકારના ૧૭ જેટલી પ્રકારના ગૃહ ઉપયોગી અને સ્વાસ્થ્ય વર્ધક છોડનું ની: શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૨૦ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
