વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વેસ્ટ રૂની ગાંસડીની આડમાં છુપાવીને લાવવામાં આવી રહેલો 4.82 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે એક રાજસ્થાની શખ્સને કુલ રૂપિયા 15 લાખથી વધુના મુદામાલ સાથે મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુંગસીયાને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી કોફી ક્લરના આઇસર કન્ટેનર નંબર MH-04-F0-8814માં પ્લાસ્ટીકની વેસ્ટ રૂ ભરેલ ગાસડીઓની આડમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે. જેને પગલે એલ.સી.બી. ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી ઉપરોક્ત આઇસરને અટકાવી તલાસી લેતા આઇસરમાંથી કાઉન્ટી કલબ ડીલક્ષ વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નં.1608 (કી.રૂ. 4,82,400)જથ્થો મળી આવ્યો હતો.

જેને પગલે પોલીસે આઇસર ચાલક ચોખારામ તેજારામ બલરામ ગૌદારા (રહે.યમનગર, બાડમેર રાજસ્થાન) વાળાને અટકાયતમાં લઈ આઇસર ટ્રક કિંમત રૂપિયા 10 લાખ, 15 હજાર રોકડા સહીત રૂ.15,02,400 નો મુદામાલ કબ્જે લઇ માલ મોકલનાર સોનુ (રહે.ઉદયપુર) વાળાને ફરાર દર્શાવી વાંકાનેર પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી. બી. જાડેજા, પી.એસ.આઇ. એન. બી. ડાભી, પો.હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ લખધીરસિંહ ઝાલા, પો.કોન્સ. વિક્રમભાઇ કુંગસીયા, ભરતભાઈ જીલરીયા તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, પો.કોન્સ. ભરતભાઇ મિયાત્રા, રણવીરસિહ જાડેજા, મનીષમાઇ વામજા વગેરે દ્વારા કરેલ છે.
