(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
હળવદ તાલુકાના વિવિધ ગામોમા તલાટીઓ ગેરહાજર રહેવાની રજુઆતો સરપંચ તેમજ ગ્રામજનો કરતાં હોય છે અને અરજદારોને વિવિધ દાખલાઓ તેમજ વેરા વસુલાતની પહોંચ મેળવવા માટે ધરમના ધક્કા ખાવા પડતા હોય ત્યારે આજે દેવીપુરના ગ્રામજનોએ અવારનવાર ઘેરહાજર રહેતા મહિલા તલાટીની બદલાવવા માટે રજૂઆત કરી હતી.
હળવદ તાલુકાના ગામોના વિકાસ માટે તલાટીઓનુ હાજરી આપવી આવશ્યક છે પરંતુ સરપંચોના પણ સાહેબ તરીકે પ્રસિદ્ધ થયેલા તલાટીઓ અવારનવાર ગેરહાજરી ભોગવી અને અરજદારોને હળવદ તાલુકા પંચાયત કચેરી સુધી ધક્કો ખવડાવવાની મહત્વની ભૂમિકા ભજવી અને અરજદારોને હેરાન પરેશાન કરતાં હોય છે. ત્યારે આજે દેવીપુરના મહિલા તલાટી અવારનવાર ઘેરહાજર રહીને ફરજ બજાવતા હોવાની લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
હળવદના વિવિધ છેવાડાના ગામોની હાલત ખરાબ છે. જેમાં ટીકર ગ્રામ પંચાયત કચેરીમા તલાટી કમમંત્રી સાગરભાઈ ઘેરહાજર રહેતાં હોવાની જિલ્લા પંચાયત સદસ્ય સરોજબેન ધર્મેન્દ્ર ભાઈએ કરી હતી તો ડુંગરપુરમા પણ તલાટી કમમંત્રી મનમાની ચલાવી અવારનવાર ગેરહાજરી રહેતા હોય છે ત્યારે તાલુકાના વિકાસ માટે મહત્ત્વનું યોગદાન આપતા તલાટીઓ ક્યારે નિયમિત કામગીરી હાથ ધરશે તે જોવું રહ્યું પરંતુ ગેરહાજરીમાં પણ ઘેરહાજર રહેતા તલાટીઓ પર પગલાં તાલુકા વિકાસ અધિકારી ભરે તે જરૂરી બન્યું છે.