મોરબી: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત નિ:શુલ્ક યોગ શિબિરમાં આવતીકાલે તા. ૨૦ને રવિવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાકે ગોકુલનગર પ્રાથમિક શાળા એપોલો હોલ પાછળ શનાળા રોડ મોરબી ખાતે યોગ વર્ગમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગાયત્રી યજ્ઞમાં સર્વે યોગ સાધકો, યોગ સમર્થકો અને યોગ પ્રેમીઓને ઉપસ્થિત રહેવા યોગ પરીવાર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સેવાભારતી દ્વારા સાંજે ૫ થી ૭ કલાકે ઔષધીય વનસ્પતિના છોડ તુલસી, અજમો કેક્ટસ તુલસી, બારમાસી, તીલક તુલસી, એલોવીરા, ચીનીગુલાબ, મીઠોલીમળો, અપરાજિત (શંખ પુષ્પી) ,ચણોઠિ, પાનફૂટી, ઝેડ પ્લાન્ટ,મની વેલ જેવા ગૃહઉપયોગી,સ્વાસ્થ્ય રક્ષક છોડનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે.