Wednesday, April 23, 2025

ભારત વિકાસ પરિષદની મોરબી શાખાના નવા હોદેદારો વરણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સમગ્ર દેશમાં 1400 થી વધુ શાખાઓ ધરાવતા ભારત વિકાસ પરિષદની મોરબી શાખાના હોદેદારોની ટર્મ પુરી થતાં આગામી બે વર્ષ માટે નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ અવસરે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના ટ્રસ્ટી તથા પૂર્વ પ્રાંત પ્રમુખ આદરણીય શ્રી પ્રફુલભાઈ ગૌસ્વામી, મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે ભારત વિકાસ પરિષદ મોરબીના સ્થાપક પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ સમગ્ર 2 દરમિયાન કરેલા 25 જેટલાં પ્રોજેક્ટનો અહેવાલ આપી આગામી સમયમાં વધુ સક્રિયતાથી કાર્ય કરવા આહ્વાન કરેલ તો ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજાએ રાષ્ટ્ર ભાવનાથી કાર્યરત સંગઠનની કામગીરીને બિરદાવી આગામી ટીમને અભિનંદન આપ્યા હતા. શપથવિધિ કરાવતાં પ્રફુલભાઈએ વિવિધ જવાબદારીઓની સમજ આપી પરિષદના પદાધિકારીઓની સક્રિયતાની પ્રસંશા કરી હતી.

નવા પ્રમુખ તરીકે ડો.જયેશભાઈ પનારા, મહામંત્રી તરીકે અશ્વિનભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ બોપલિયા તથા મનુભાઈ કૈલા, મહિલા સંયોજીકા તરીકે કાજલબેન ત્રિવેદી, મહિલા સહસંયોજિકા તરીકે દર્શનાબેન ભટ્ટ, અલ્પાબેન મારવણીયા તથા કુસુમબેન બોપલીયા ખજાનચી તરીકે ચિરાગભાઈ હોથી, સહ ખજાનચી તરીકે ચેતનભાઈ સાણંદિયા મંત્રી તરીકે મનહરભાઈ કુંડારીયા તથા વિશાલભાઈ બરાસરા સંગઠનમંત્રી તરીકે દિલીપભાઈ પરમાર તથા સહ સંગઠન મંત્રી તરીકે ડો.ઉત્સવભાઈ દવે તથા વિવિધ પ્રકલ્પના સંયોજક તરીકે પંકજભાઈ ફેફર, પરેશભાઈ મિયાત્રા, દિનેશભાઈ હુંબલ, હરદેવભાઈ ડાંગર, યોગેશભાઈ જોશી, રાવતભાઈ કાનગડ, નલિનભાઈ ભટ્ટ, વિનુભાઈ મકવાણા, રમેશભાઈ છૈયા, ધૃમીલભાઈ આડેસરા, હિંમતભાઈ મારવણીયા, નિતિનભાઈ માંડવિયાની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન દિલિપભાઈ પરમારે કર્યુ હતું.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW