મોરબીના નવાગામ (લખધીરનગર) ગામે પાંચ શખ્સોએ મંડળી રચી એક યુવાન ઉપર ધોકા-કુહાડીથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે યુવાને મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરનગર (નવાગામ) ગામે રહેતા મુકેશભાઇ પરસોતમભાઇ ડુબાણીયાએ આરોપીઓ સંજયભાઇ ગગજીભાઇ, ભુપતભાઇ લાભુભાઇ, કરણભઇ ભુપતભાઇ, કિશનભાઇ ભુપતભાઇ, અશોકભાઇ નાથાભાઇ (રહે.તમામ નવાગામ લખધીરનગર) વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા.15 ના રોજ નવાગામ (લખધીરનગર) ગામે આરોપી સંજયે કોઈ જૂની બાબતનો ખાર રાખી ચાર આરોપીઓને બોલાવી ફરીયાદીને લાકડાના ધોકાઓ વતી આડેધડ શરીરના ભાગે મુંઢ માર મારી અને કુહાડી વતી માથાના ઉપરના ભાગે મારી ઇજા કરી હતી. આ બનાવની ફરીયાદ પરથી તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ મોરબી તાલુકા પો.સ્ટે.ના એચ.સી. વી.આર.પરમાર ચલાવી રહ્યા છે.