વાંકાનેરના પાડધરા ગામે રહેતી અને મુળ એમપીની યુવતીને સાપ કરડી જતાં મોત નિપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના પાડદરા ગામ પાસે સદભાવના સ્ટોનની ઓરડીમાં રહેતી અને મુળ એમપીની વતની કાળીબેન વિનોદભાઈ ડામોર (ઉ.વ.૨૭) ગત તા.૦૯ ના રોજ ઓરડીમાં સુતા હતા. ત્યારે સર્પ કરડી જતાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે તલાસી કાળીબેન ડામોરને મૃત જાહેર કર્યા હતા. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.