મોરબી: નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપના યુવાનો દ્વારા મોરબી અને નાની વાવડી રખડતાં રઝળતા ગૌમાતા તથા ગોવંશને દર 15 દિવસે લીલો ઘાસચારો નાખે અને ગાયોની અને ગૌવંસની સેવા કરે છે. આજની યુવા પેઢીને પ્રેરણાદાયી સંદેશો મળે તેવું કાર્ય કરે છે. સામાન્ય રીતે આજનો યુવાન ખોટા ખર્ચા તથા મોજશોખ કરવામાં પૈસાનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. નકલંક નેજાધારી ગૌસેવા ગ્રુપના યુવાનોમાંથી પ્રેરણા મળે તેવું સત્કાર્ય હંમેશા કરતા રહે છે.
થોડા સમય પેલા ગીર સાસણમાં વાવાઝોડા પ્રકોપ કરેલ તેમાં પણ લોકો માટે રાસન કીટનું યથા શક્તિ મુજબ વિત્રરણ કરેલ હતું. અને સાસણ ગીરના નેશમાં માલઢોર માટે ઘાસ ચારની ગાડીઓ મોકલેલી હતી. જેમાં બધા સમાજ તથા મોરબીવાસીઓનો ગ્રુપને સાથ સહકાર અને ફાળો આપેલ હતો. વધુમાં નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપએ જણાવેલ કે તેમના ગ્રુપ દ્વારા દર 15 દિવસે રખડતા રઝળતા ગૌમાતા તેમજ ગૌવંશને લીલો ઘાસચારો ખવડાવવાનું આયોજન કરવામાં આવે છે. અને આ ગૌસેવાકાર્યમાં જોડાવા નકલંક નેજાધારી ગૌસેવા ગ્રુપમાં જોડાવા માટે કોન્ટેક નંબર 7698062134/6355133 483, 9825432836 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.
