હળવદ ટાઉનમાં મિનરલ વોટરના કારખાના જુગાર રમાતો હોવાની બાતમી આધારે એલસીબી ટીમે રેડ કરી જુગાર રમતા 10 ઇસમોને રોકડા રૂ.2,01,000 મળી કુલ રૂ.3,33,000 તથા ઇગ્લીંશ દારૂની બોટલ નંગ-14 (કિ.રૂ. 4200)નો મુદામાલ કબ્જે કરી દશે આરોપી વિરૂધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફલો સ્કવોડના ટીમને જુગાર-દારૂની હેરાફેરી તથા વેચાણ પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સુચના મળેલ હોય જેથી તેઓ કામગીરી માટે પ્રયત્નશિલ હતા. તે દરમ્યાન પોલીસ ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ બાતમી મળેલ કે હળવદ, મોરબી ચોકડી પાસે આવેલ ભારત પેટ્રોલપંપની પાછળ આવેલ માં બેવરેજીસ નામના મિનરલ વોરટરના કારખાનાની ઓફીસમાં આરોપી અશ્વીનભાઇ ઇશ્વરભાઇ દલવાડી (રહે. હળવદ) વાળો બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડે છે.
જે આધારે એલસીબીએ રેઇડ કરી આરોપી અશ્વીનભાઇ ઇશ્વરભાઇ કણજરીયા (રહે. હળવદ), જગદિશભાઇ અવચરભાઇ ઓડીયા (રહે.હળવદ), દેવજીભાઇ કેશવજીભાઇ અઘારા (રહે. ઇશ્વરનગર તા.હળવદ), હિતેષભાઇ ગણેશભાઇ પારેજીયા (રહે. હળવદ), દેવજીભાઇ કાળુભાઇ ગોરીયા (રહે. જુના દેવળીયા તા.હળવદ), યશવંતભાઇ કાનજીભાઇ પારેજીયા (રહે. હળવદ), પ્રવિણભાઇ ધનજીભાઇ પ્રજાપતિ (રહે. હળવદ), બળદેવભાઇ ભીખાભાઇ કણજરીયા (રહે. હળવદ), યોગેશભાઇ વાલજીભાઇ સોનાગ્રા (રહે. ચરાડવા તા. હળવદ), ચંદુલાલ ધરમશીભાઇ પંચાસરા (રહે. હળવદ)ને રોકડ રૂપીયા રૂ.2,01,000 તથા મોબાઇલ ફોન નંગ.10 (કિ.રૂ.32000) તથા મો.સા-૫ (કિ.રૂ.1,00,000) મળી કુલ રૂ.3,33,000૦ના મુદામાલ સાથે દશે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

તેમજ કારખાના માલીક અશ્વીનભાઇ ઇશ્વરભાઇ કણજરીયા (રહે. હળવદ) વાળાને સાથે રાખી કારખાનામાં તપાસ કરતા ઇગ્લીંશદારૂની બોટલ નંગ.14 (કિ.રૂ. 4200) નો મળી આવતા તેના વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા તળે ગુનો રજીસ્ટર કરાવેલ છે. આમ મોરબી એલ.સી.બી ને જુગારધારાનો એક તથા ઇગ્લીંશદારૂનો એક એમ બે ગુના શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ. તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. મોરબીના HC દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, પૃથ્વીસિંહ જાડેજા, તથા PC નિરવભાઇ મકવાણા, તથા પેરોલ ફર્લો સ્કવોડના HC વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, તથા ASI સંજયભાઇ પટેલ HC દશરથસિંહ ચાવડા, PC અશોકસિંહ ચુડાસમા વિગરે જોડાયેલ હતા.
