Wednesday, April 23, 2025

કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ મા-કાર્ડની મુદ્દત લંબાવાઇ

Advertisement
Advertisement
Advertisement

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ, મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેની રાજયના સર્વે નાગરિકોને નોધ લેવા વિનંતી છે.

Related Articles

Total Website visit

1,502,231

TRENDING NOW